હાઇ-ટેક ફિચર્સ અને મિડ રેન્જમાં લોન્ચ થશે
ASUS zenfone 2
ગેજેટ ડેસ્કઃ આસુસ (ASUS) કંપનીના ચેરમેન જોની સિંહે તાઇવાનમાં
ઝેનફોન 2(ZenFone)ના લોન્ચિગની જાહેરાત કરી છે. કંપની પ્રમાણે ફોન
માર્ચમાં ચીન, હોંગકોંગ, સિંગાપૂર અને ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવશે.
જ્યારે ઇટલી અને બીજા સાઉથઇસ્ટ દેશોમાં આ ફોન એપ્રિલથી ઉપલબ્ધ થશે.
બ્રાઝિલના બજારમાં આ સ્માર્ટફોન જુન મહિનાથી ઉપલબ્ધ થશે.
આસૂસ ઝેનફોનની જાહેરાત જાન્યુઆરી મહિનામાં ક્સટમર ઇલેક્ટ્રેનિક શો
2015માં કરવામાં આવી હતી. આ ફોનમાં 5.5 ઇંતની ફુલHD ડિસ્પ્લે સાથે લોન્ચ
કરવામાં આવશે. તેમાં 13 મેગાપિક્સલ રિયર રેમેરા અને 2.3 GHz 64 બિટ ઇંન્ટેલ
પ્રોસેસર હશે. સાથે સાથે ફોનમાં 4જીબી રેમ હશે. ઝેનફોન 2ની કિંમત 290 યુએસ
ડોલર એટલેક લગભગ 18,153 રૂપિયા હશે. આ ફોનમુ એક બીજુ વેરિએન્ટ 1.2GHz
પ્રોસેસર સાથે અને 2જીબી રેમે સાથે આવશે જેની કિંમત 13,771 રૂપિયા હશે.
ઇવેન્ટ દરમિયાન જોની સિંહે જણાવ્યુ હતુ કે ઝેનફોન 2ની મવી સિરિઝ
ઝેનફોનની સફળતા બાદ લોન્ચ કરવામાં આવી રહી છે. આસુસ બ્રાન્ડનો આ અત્યાર
સુધીનો સૌથી એડવાન્સ ફોન હશે. ઝેનફોન2ને જોડાયેલી કેટલીય ઇનેન્ટ આવનારા
દિવસોમાં ચીન, હોંગકોન્ગ, જાપાન, ભારત, અને યુએસમાં યોજવામાં આવશે.
No comments:
Post a Comment